July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

સંઘપ્રદેશ થ્રીડીને પોતાની યુનિવર્સિટી મળે તે માટે પસાર કરાયેલો ઠરાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.01
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા આજે ‘વિદ્યાર્થી હુંકાર’ જિલ્લા વિદ્યાર્થી સંમેલન, દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવ્‍યું હતું. જેમાં દમણ, સેલવાસાની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સંમેલનમાં વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થી નેતાઓના વક્‍તવ્‍યો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલનમાં સંઘપ્રદેશ 3ડીને પોતાની યુનિવર્સિટી મળે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
જેને વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ આપ્રસ્‍તાવને આવકાર્યો હતો. આ દરખાસ્‍ત આગામી દિવસોમાં વહીવટી તંત્રને એક મેમોરેન્‍ડમ હેઠળ રજૂ કરવામાં આવશે. આ ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલનમાં એબીવીપી ગુજરાત રાજ્‍યના મંત્રી સુશ્રી યુતિબેન પ્રદીપ, અને શ્રી કેવિનભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

માઉન્‍ટ આબુનાં શ્રી સ્‍વામી વિવેકાનંદ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ માઉન્‍ટેનીરિંગ ખાતે ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah

દમણમાં પંચાયતી રાજના ઊંડા મૂળિયાં: 1987 સુધી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો રહેલો દબદબો

vartmanpravah

Leave a Comment