Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બુધવાર રાત્રે વલસાડ ઔરંગા નદી પુલ ઉપર ઘટી હતી. વલસાડના નિલેશભાઈ પટેલ તેમની કાર નં.જીજે 15 સીએચ 0207 લઈને ડુંગરીથી વલસાડ આવવા નિકળ્‍યા હતા. કાર ઔરંગા નદી પુલ ઉપર પસાર થતી હતી તે દરમિયાન આગળ જઈ રહેલ રીફલેક્‍ટર કે સાઈડ લાઈટીંગ વગરનું ટ્રેક્‍ટર નદીના પુલ ઉપર જઈ રહ્યું હતું તેનો ખ્‍યાલ અંધારામાં ના આવતા અચાનક ટ્રેક્‍ટરને બચાવવા જતા નિલેશભાઈએ હેવી ટર્ન મારી દેતા કાર પલટી મારી ગઈ હતી. શીર્ષાશન થઈ ગયેલી કારમાં ડ્રાઈવિંગ કરી રહેલા નિલેશભાઈનોચમત્‍કારિક બચાવ થયો હતો. ગ્રામ્‍ય વાહનો ખાસ કરીને ટ્રેક્‍ટર માલિકો ટ્રોલી કે ટ્રેક્‍ટરની પાછળ મોટાભાગે રિફલેક્‍ટર લગાવતા નહી હોવાથી ક્‍યારેક મોટા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા રહે છે.

Related posts

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ કોલેજ રોણવેલ વલસાડમાં શિક્ષણ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment