April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આજે કોલેજ પરિસરમાં આપદા પ્રબંધન અંગેની તાલીમ આપી હતી. આ તાલીમ શિબિર સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા યોજાઈ રહી છે. જેમાં તા.3થી 14 ફેબ્રુઆરી, 2023 સુધી યોજાશે. જેમાં પૂરમાં બચાવકાર્ય, આગ લાગવાના સમયે કેવી રીતે બચવું વગેરે જેવી આપદાથી(મુશ્‍કેલીના સમયે) બચાવ અને તેના વ્‍યવસ્‍થાપન અંગેની જાગૃતિ હેતુ એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં મોકડ્રિલ, ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અને જન જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે શિક્ષણ સંસ્‍થાઓમાં આપદાથી બચાવ માટે શાળા અને કોલેજમાં પણ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
દાનહ જિલ્લા આપદા વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ છઠ્ઠી એનડીઆરએફ વડોદરાના સમન્‍વયમાં આ પ્રશિક્ષણ શિબિર આયોજીત કરવામાં આવીરહી છે. જે સંદર્ભે આજે સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સના પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે પણ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વડોદરાથી આવેલ એનડીઆરએફની છઠ્ઠી બટાલિયનના નિષ્‍ણાત અને અનુભવી ટીમ દ્વારા સીપીઆર, ગળામાં ફસાયેલ બાહરી વસ્‍તુને કાઢવાની રીત, શારીરિક ઈજાને હાસ્‍પિટલ પહેલાંની સારવાર, તાત્‍કાલિક સ્‍ટ્રેચર તૈયાર કરવું, લિફિટંગ અને મુવિંગની રીત, અગ્‍શિમન અને આગથી બચાવની ટેકનીક, દોરીથી બચાવની ટેકનીક, ઈમ્‍પ્રોવાઇઝડ ફલોટિંગ ડિવાઇસ બનાવવા, સડક સુરક્ષા, હીટ સ્‍ટ્રોકથી બચવા, જાગૃતતા વગેરે બાબતોની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્‍યાન કોલેજના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અન્‍ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
આ અવસરે કોલેજના પ્રિન્‍સિપાલ ડો.સીમા પિલ્લાઈએ એનડીઆરએફનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે એનડીઆરએફ દ્વારા આયોજીત જાગૃતતા કાર્યક્રમ ઘણો શિક્ષણપ્રદ છે. આ કાર્યક્રમથી પ્રશિક્ષણ કેન્‍દ્રના વિદ્યાર્થી અને શિક્ષકો લાભાન્‍વિત થશે, તેઓ આપદા દરમ્‍યાન પોતાને અને અન્‍ય લોકોના જીવનને પણ બચાવવામાં સહયોગ આપી શકશે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહચૌહાણ, એનડીઆરએફના કમાન્‍ડેટ શ્રી વી.વી.એન.પ્રસન્ના, અને નિરીક્ષક શ્રી ભરત કુમાર મોર્ય તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત એનડીઆરએફના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah

દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપ યોજાયો

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામના છતરીયા ફળિયામાં પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

vartmanpravah

Leave a Comment