July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ગાંધીનગર સ્‍થિત આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી દ્વારા પ્રેરિત અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા તા.09/02/2023ને ગુરૂવારે સવારે 10.00 થી 3.00 કલાક દરમ્‍યાન કપરાડા તાલુકાના સુખાલા ગામમાં સાંઈધામ (ગાર્ડન) હટવાળા ફળિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી દ્વારા વિવિધ રોગો જેવા કે કાન, નાક, ગળા, પેટના રોગ, છાતીના રોગો, સાંધાના રોગો, નાના બાળકોના કળમિ રોગો તથા ડાયાબિટિસ, થાઈરોઈડ, પથરી, હરસ-મસા સંબંધિત સર્વે રોગોની વિનામુલ્‍યે તપાસ કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન પણ સ્‍થળ ઉપર જ આપવામાં આવશે. જેથી ગ્રામજનોને બહોળી સંખ્‍યામાં કેમ્‍પના સ્‍થળે ઉપસ્‍થિત રહી લાભ લેવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment