October 14, 2025
Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : દીવ કોડિનાર રોડ પર આવેલ કેસરીયા ખાતે દીવના રહેવાસી દિપિકાબેનની ગાડી નંબર ડીડી 02 એફ 1156 કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતાં ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી પોતાનો જીવ બચાવ્‍યો હતો, જેથી જાનહાનિ ટળી હતી. ધીરે ધીરે ભયંકર આગ લાગતાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાં તાત્‍કાલિક દીવ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જાણ થતાં જ દીવ ફાયર બ્રિગેડની ટીમ શેખર સિકોતેરીયા, બંટી મીના, અજયભાઈ, હિરેન દડી વગેરે ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા, અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતાં જ આસપાસ તથા રસ્‍તા પર જતા લોકોનો જમાવડો જોવા મળ્‍યો હતો, અને ટ્રાફિક જામના દ્‌શ્‍યો સર્જાયા હતા.

Related posts

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment