Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લાયન્‍સ અંગ્રેજી માધ્‍યમ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: સેલવાસની લાયન્‍સ અંગ્રેજી માધ્‍યમ શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનો ક્રાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. કાર્યક્રમની શરૂઆત મુખ્‍ય અતિથિ લાયન્‍સ ચેરિટેબલ ટ્રસ્‍ટના સભાપતિ શ્રી ફત્તેહસિંહ ચૌહાણે દીપ પ્રજ્‍વલિત કરીને કરી હતી.
આ પ્રસંગે ધોરણ 11ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ગીત, નૃત્‍ય, નાટક જેવા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરીને બાળકોને ખૂબ ઉત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધોરણ 12ની વિજેતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને માસ્‍ટર લાયનાઇટ્‍સ અને મીસ લાયનાઇટ્‍સના એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ શાળા સમયના તેમના અનુભવોવિશે મંતવ્‍ય રજૂ કર્યા હતા અને તમામ શિક્ષકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે શાળાના આચાર્યશ્રીએ બાળકોને સુખી ભવિષ્‍ય માટે ભણતરનું મહત્‍વ સમજાવ્‍યું હતું. જ્‍યારે સભાપતિ અને ઉપ સભાપતિ શ્રી એ.ડી. નિકમે પણ પોતાના વક્‍તવ્‍યમાં બાળકોને વધુમાં વધુ ભણી માતા-પિતા, શાળા, પ્રદેશ તથા દેશની પ્રગતિ માટે શિક્ષણ કેટલું મહત્‍વ છે તે બાબતે વિસ્‍તારથી સમજ આપી હતી, અને તેઓને પોતાના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ શાળા છોડયાનું દુઃખ-દર્દ અને આગળના ભણતર અંગેનું માર્ગદર્શન મેળવી શાળામાંથી વિદાય લીધી હતી. આ અવસરે સંયુક્‍ત સચિવ શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, શાળાના ટ્રસ્‍ટીગણ, શાળાના આચાર્યશ્રી એ. ફાન્‍સિસ, ઉપ આચાર્યા શ્રીમતી નિરાલી પારેખ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ, કોલેજ ઑફ કૉમર્સ ઍન્‍ડ સાયન્‍સના ઉપ આચાર્યા, વિભાગના અધ્‍યક્ષ, શિક્ષકો તેમજ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દેશના ખ્‍યાતનામ દૈનિક ઈન્‍ડિયન એક્‍સપ્રેસ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના 100 સૌથી શક્‍તિશાળી વ્‍યક્‍તિઓની યાદીમાં સમાવેશ કરાયો

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

Leave a Comment