October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

ગેરેજ સામે પાર્ક કરેલ મોટર સાયકલમાં અચાનક આગ લાગતા 8 બાઈકો સહિત એક કાર આગની ઝેપટમાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ચાર રસ્‍તા નજીક આવેલ પંચરત્‍ન બિલ્‍ડીંગ પાસે મધરાતે અચાનક એક પાર્ક કરેલ બાઈકમાં ભિષણ આગ લાગી હતી. તેથી આસપાસના નજીકમાં પાર્ક કરેલ અન્‍ય મોપેડ પણ આગની ઝપેટમાં આવી જતા એક કાર સહિત આઠ ઉપરાંત વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
વાપી હાઈવે ચાર રસ્‍તા નજીક પંચરત્‍ન બિલ્‍ડીંગ પાસે એક ગેરેજ સામે પાર્ક કરેલ એક મોટર સાયકલમાં મંગળવારે મધરાતે અચાનક આગ લાગી હતી.તેની જાણ નજીકથી પસાર થતાં લોકોને થતાં નોટિફાઈડ ફાયરને જાણ કરી હતી. ફાયર સ્‍ટેશન પાસે જ હોવાથી ફાયર ફાઈટર ઘટના સ્‍થળે ધસી આવેલ પરંતુ તે પહેલાં જથ્‍થાબંધ વાહનોમાં આગ પ્રસરી ગઈ હતી. ઘટનામાં અન્‍ય કોઈ જાનહાની થવા પામેલ નથી પરંતુ અચાનક વાહનોમાં લાગેલી રહસ્‍યમય આગ થકી અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.

Related posts

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્‍યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

Leave a Comment