August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વન વિસ્‍તારમાં વિવિધ ગામોમાં નિવાસ કરતા વયોવૃધ્‍ધ અને જરૂરિયાતમંદો માટે વિવિધ સેવકાર્યોનું આયોજન થતું હતું. જે અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને રોજીંદા આહાર માટે જરૂરી એવી ખાદ્ય સામાગ્રી ઉપરાંત શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ધાબળા તેમજ સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
સેવાકાર્ય દરમ્‍યાન દુર્ગમ વિસ્‍તારમાં આવેલ કાંચનપાડા તથા માનમોડી ગામ ખાતે સેહુલ નટુભાઈ પટેલ તથા બી.કે.ઝવેરીના સહયોગથી અનાજ, કઠોળ, તેલ વિગેરે ખાદ્ય સામાગ્રીકિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. બારીપાડા તથા ચીરાપાડા ગામ ખાતે નિવાસ કરતા ગરીબ પરિવારોને ધાબળા, સ્‍વેટર વિગેરેનું વિતરણ કાર્ય ધીરૂભાઈ ગાંધી, ભુપેન્‍દ્રભાઈ સુરતવાળા, ચિંતવન દેસાઈ, દેવેન્‍દ્ર પારેખના સહયોગથી સંપન્ન થયું હતું. વિવિધ આશ્રમશાળામાં નિવાસ કરી અભ્‍યાસ કરતા બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્‍સાહન મળે એ હેતુથી માંકડબંધ, બીલપુડી, મોગરા તેમજ સાંકળપાતળ સ્‍થિત આશ્રમશાળાના બાળકો માટે શૈક્ષણિક કીટ, ધાબળા, સ્‍વેટરનું વિતરણ તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેવા કર્યો માટે ડો.નિતિક્ષા પટેલ, વિનોદભાઈ આહીર, અશોકભાઈ પરમાર તથા કૈલાશબેન બોદાલીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment