October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્‍કારકરવા બદલ પારડીના તૃપ્તિબેન પરમારનું પારનેરાના ડુંગર ખાતે સન્‍માન

નેધરલેન્‍ડ સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડૉ.ભૈરવી જોશીના હસ્‍તે મોમેન્‍ટો આપી સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડીના નારી શક્‍તિ એવા તૃપ્તિબેન કલ્‍પેશભાઈ પરમારે સતત 401 દિવસ સુધી રોજ 120 જેટલા સૂર્ય નમસ્‍કાર કરી શારીરિક અને માનસિક તકલીફોને કાબુમાં લેવા બદલ તેમના નજીકના મિત્રોએ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગરની ટોચ પર પહોંચી વલસાડના સાયકલિંગ મેયર અને નેધરલેન્‍ડ સ્‍થિત સાયકલિંગ ઓર્ગેનાઈઝેશનના ભારતના સીઈઓ ડોક્‍ટર ભૈરવી જોશીના હસ્‍તે મોમેન્‍ટો આપી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ડોક્‍ટર ભૈરવીએ તૃપ્તિબેનને સમગ્ર સમાજ અને નારી જગત માટે પ્રેરણારૂપ ગણાવ્‍યા હતા.
આ પ્રસંગે પારડી હોસ્‍પિટલના ડોક્‍ટર એમ. એમ. કુરેશી, વલસાડ ગ્રુપના ફાઉન્‍ડર ડોક્‍ટર કિરણ વસાવડા, વીઆરજીના પ્રિતેશ પટેલ, નિતેશ પટેલ, યતીન પટેલ સ્‍મોલ સ્‍કેલ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેતન ચાપાનેરી તેમજ વલસાડ અને પારડીના તબીબો હાજર રહ્યા હતા.
આ અભિવાદનનો પ્રતિભાવ આપતા તૃપ્તિબેને જણાવ્‍યું હતું કે, હું યોગ, ધ્‍યાન અને પ્રાણાયામને કારણે મારી ઘણી બધી શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકી છું અને માનસિક રીતે વધુ મજબૂત બની છું હુંકામકાજ પણ ધ્‍યાનપૂર્વક કરી શラકું છું અને મારો માનસિક તણાવ પણ ઘટયો છે. આ માટે મને સતત પ્રોત્‍સાહન આપવા બદલ ડોક્‍ટર કુરેષાબેનનો હું આભાર માનું છું અને સૌ હાજર મહેમાનોનો પણ અભિવાદન માટે આભાર માનું છું.

Related posts

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિલ્સન હિલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

vartmanpravah

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

Leave a Comment