Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.26: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. ખરેડી પ્રાથમિક શાળાના પટાંગણમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આનંદ મેળામાં શાળાના બાળકો અલગ અલગ પ્રકારની ખાણીપીણી અને જીવન જરૂરી ચીજવસ્‍તુઓના સ્‍ટોલ પોતે લગાવીને તેનું વેચાણ કરશે. બાળકોમાં આર્થિક રીતે પગભર થવા અને ભવિષ્‍યમાં આર્થિક રીતે પગભર બનવા પોતાનાં કૌશલ્‍યો અને ગુણોનાં વિકાસ માટે મૂલ્‍ય સંવર્ધિત આ પ્રવૃત્તિમાં બાળકોનો ઉત્‍સાહ વધારવા માટે જિલ્લા પંચાયત શિક્ષણ આનંદ મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી દ્વારા વિવિધ ખાણી પીણી તથા જીવન જરૂરી વસ્‍તુઓના સ્‍ટોલ મોટી સંખ્‍યામાં કરવામાં આવ્‍યા હતા. જેમાં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કોષાઅધ્‍યક્ષ જયેશભાઈ પાડવી કપરાડા બિ.આર.સી.સંજયભાઈ મોટીવલિયાળ તાલુકા પંચાયત કલાવતીબેન પટેલ એસ. એસ. બી. આર્મી સુધામ પાડવી તેમજ મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતાં.

Related posts

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

ચીખલીના ખૂંધ પોકડાથી જુગાર રમતા આલીપોરનો સરપંચ સહિત ચાર ઝડપાયા

vartmanpravah

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

સેલવાસના બહુમાળી કોમ્‍પલેક્ષમાં પાર્કિંગ કરેલા વાહનોમાંથી પાર્ટ્‍સની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

Leave a Comment