Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભીમપોર સરકારી આશ્રમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ મોડલો રજૂ કરી નિખારેલી પોતાની પ્રતિભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28
આજે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક આશ્રમ શાળા, ભીમપોરમાં ‘આંતર રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ’ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુબજ નાની દમણના ભીમપોર ખાતે આવેલ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક આશ્રમ શાળામાં ‘આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી નિમિત્તે બાળકોમાં ગણિત-વિજ્ઞાન પ્રત્‍યે રૂચિ વધે એ હેતુથી શાળાના આચાર્યા શ્રીમતી પુષ્‍પાબેન બી. પટેલના દિશા-નિર્દેશ મુજબ અને શાળાના શિક્ષકોની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ભવ્‍ય અને સુંદર વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા બી.આર.સી. શ્રીમતી ભાવિનીબેન દેસાઈ, સી.આર.સી. શ્રી નરેન્‍દ્રભાઈ પટેલ, એસ.એમ.સી. ચેરમેન શ્રીમતી ગૌરીબેન હળપતિ, શિક્ષણશાષાી શ્રી પરિમલભાઈ પટેલ અને અગત્‍સ્‍ય ફાઉન્‍ડેશન તરફથી શ્રી મેહુલભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે શાળાના બાળકોએ વિવિધ મોડલો રજૂ કરી બાળ વૈજ્ઞાનિકની પોતાની પ્રતિભાને દર્શાવી હતી.
વિજ્ઞાન મેળાના મુખ્‍ય પ્રેરણાષાોત એવા શ્રી નરેન્‍દ્રભાઈ પટેલે બાળકોને જરૂરી માર્ગદર્શન આપી તેમણે રજૂ કરેલા મોડલોની પ્રશંસા કરી પ્રોત્‍સાહિત કર્યા હતા અને બાળકોનો હોંશલો બુલંદ કર્યો હતો. આ પ્રસંગે 148 જેટલા બાળકો સહિત શાળાના શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના રામસેતૂ બીચ ઉપર રિઝર્વ બટાલિયનની તિરંગા રેલીના ભારતમાતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી ગુંજી ઉઠેલો વિસ્‍તાર

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment