Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં શ્રી યુવરાજ ધોડીનો વિજય થયો હોવાની ઘોષણા રાષ્‍ટ્રીય યુવા કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી બી.વી. શ્રીનિવાસને કરી હતી.
દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે શ્રી યુવરાજ ધોડીનો વિજય થતાં દાનહના યુવકોમાં આનંદ અને ઉમંગની લાગણી છવાઈ જવા પામી છે. દાદરા નગર હવેલી ખાતે હવે કોંગ્રેસ યુવાનોમાં લોકપ્રિય બનશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
શ્રી યુવરાજ ધોડીએ પોતાની કાર્યકારિણીમાં બે ઉપ પ્રમુખ પદે શ્રી મોહમ્‍મદ અરમાન સૈયદ અને શ્રી કમલેશ ખોલાતની વરણી કરી છે. મહામંત્રી પદે શ્રી અજય બી. પટેલ, શ્રી રણજીત એલ. લીમડા, શ્રી સચિન આર. શુક્‍લા અને શ્રી ઈરફાન ઈમ્‍તિયાઝ રહેમાનની પસંદગી કરવામાં આવી છે. જ્‍યારે સચિવના પદ ઉપર કુ. મયુરી એસ. પટેલ, નેહા આર. ચૌબે અને મુન્‍ના આઈ. સોંધાની નિયુક્‍તિ કરવામાં આવી છે.
હવે પ્રદેશ યુવાકારોબારીનું ગઠન જલ્‍દી કરવામાં આવશે, જેમાં પ્રદેશના યુવા અને ઉર્જાવાન તથા કોંગ્રેસની વિચારધારાવાળા લોકોને પસંદ કરાશે.
આ પ્રસંગે નવનિર્વાચિત દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી યુવરાજ ધોડીએ યુવા કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી બી.વી. શ્રીનિવાસન પ્રત્‍યે આભાર પ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રીએ તેમના ઉપર વિશ્વાસ પ્રગટ કરી આપવામાં આવેલી આ મોટી જવાબદારી તેઓ સાર્થક રીતે બજાવવા પોતાના તનતોડ પ્રયાસ કરશે. તેમણે યુવા કોંગ્રેસના રાષ્‍ટ્રીય મહામંત્રી અને દમણ-દીવ-દાનહના પ્રભારી શ્રી વિવેક થવાગલનો પણ આભાર પ્રગટ કર્યો હતો. દાનહમાં યુવા કોંગ્રેસના અધ્‍યક્ષનું પદ લાંબા સમયથી ખાલી હતું. દાનહ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ શર્માના પ્રયાસોથી દાનહ યુવા કોંગ્રેસના અધ્‍યક્ષની ચૂંટણી સંભવ બની શકી હતી અને પ્રદેશના યુવાનોએ પ્રતિનિધિત્‍વ કર્યું હતું. હવે દાનહમાં કોંગ્રેસ પોતાનો મજબુતીથી જનાધાર વિસ્‍તારશે એવું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

સંઘપ્રદેશને કુપોષણની સમસ્‍યાથી મુક્‍ત કરવા ઉચ્‍ચ અધિકારીઓ અને ગ્રામ પંચાયતો પણ મિશન મોડમાંસંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાં ધાત્રી માતાઓને કરેલું પૌષ્‍ટિક લાડુનું વિતરણ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment