Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

હોલીકા દહન 6 માર્ચ સોમવાર કે 7 માર્ચ મંગળવારે તેની પ્રવર્તી રહેલ અવઢવઃ જ્‍યોતિષીઓના મતે 6 માર્ચ સોમવારે હોળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી તહેવારોની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ હોળીકા દહન અંગે અવઢવ પણ ઉભી થયેલી જોવા મળી છે. 6 માર્ચ સોમવારે હોલીકા દહન કે 7 માર્ચ મંગળવારે ની ઉભી થયેલી અવઢવ અંગે જ્‍યોતિષીઓ દ્વારા ખુલાસા જાહેર કરવામાં આવ્‍યા છે.
પારડી સંસ્‍કૃત મહાવિદ્યાલયના નિયામક અને જ્‍યોતિષી ભાવેશભાઈ જોષીએ જણાવ્‍યું છે કે, 6 માર્ચ સોમવારે સાંજે 06:43 મિનિટે સુર્યાસ્‍ત પછીનું મુહૂર્ત છે. ઘણા 7 માર્ચની પૂનમ ગણાવી રહ્યા છે. પૂનમ સોમવારે સાંજે 04:18 મિનિટથી શરૂ થાય છે. આખી રાત પૂનમ રહે છે તેમજમંગળવારે સાંજે 06:09 મિનિટે એકમ થઈ જાય છે તેથી મંગળવારે સુર્યાસ્‍ત પહેલાં પૂનમ પુરી થઈ જાય છે તેથી વલસાડ જિલ્લામાં 6 માર્ચ સોમવારે હોળી પ્રગટાવાશે.

Related posts

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બુધ ગુરુવારના રોજ સાગર સુરક્ષા કવચ હેઠળ યોજાયેલુ મોક ડ્રિલ

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

Leave a Comment