October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલે ઉપસ્‍થિત રહી પોતાના આરોગ્‍યની કરાવેલી તપાસ: પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલના પ્રમુખ ડો. બિજલ કાપડિયાએ કરેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દેશમાં ‘ભારતીય જન ઔષધિ યોજના’ વિશે જાગૃતિ લાવવા માટે 1 માર્ચ, 2023થી 7 માર્ચ, 2023 સુધી વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે દેશભરમાં ‘જન આરોગ્‍ય મેળા’ (આરોગ્‍ય શિબિર)ઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ આજે યોજાયેલા ‘જન આરોગ્‍ય મેળા’માંપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે પોતાના આરોગ્‍યની તપાસ કરાવી હતી અને તબીબો તથા આરોગ્‍યકર્મીઓ સાથે વાતચીત કરીને જરૂરી જાણકારી મેળવી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ‘જન આરોગ્‍ય મેળા’ના આયોજન બદલ તબીબો અને આરોગ્‍યકર્મીઓને અભિનંદન આપ્‍યા હતા.
‘જન આરોગ્‍ય મેળા’ થકી દેશભરના તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં જન ઔષધિ કેન્‍દ્રો ખાતે જન આરોગ્‍ય મેળાઓ દ્વારા મફત તબીબી પરીક્ષણોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જન ઔષધિ અભિયાન અંગેની માહિતી વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને આપવામાં આવી રહી છે.
દમણમાં યોજાયેલ ‘જન આરોગ્‍ય મેળા’માં પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલના પ્રમુખ ડો. બિજલ કાપડિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તબીબો તથા આરોગ્‍યકર્મીઓ સહિત લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

Related posts

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામેથી દારૂ ભરેલ ઈનોવા કાર પકડતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો

vartmanpravah

Leave a Comment