August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડનાં ઉંટડી ગામે મહિલાઓ સંચાલિત સેનેટરી પેડ ઉત્‍પાદન કેન્‍દ્રનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય અને રોજગારીની ચિંતા કરતા ધ દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા વલસાડ તાલુકાના ઉંટડી ગામે સેનેટરી પેડ બનાવવાના યુનિટનું ઉદ્‌ઘાટન દિલ્‍હીથી આવેલાં પીએનબી હાઉસીંગ ફાઈનાન્‍સ સીએસઆર મેનેજર અર્પિતા સામલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ કેન્‍દ્રની વિશેષતા એ છે કે અહીં મહિલાઓ માટે મહિલાઓ દ્વારા પેડનું ઉત્‍પાદન કરવામાં આવે છે.
આજે પણ આપણાં દેશમાં મોટાભાગના ગ્રામીણ વિસ્‍તારોમાં માસિકસ્રાવ સાથે રૂઢિચુસ્‍ત માન્‍યતાઓ જોડાયેલી છે. મહિલાઓને તેમનો સંકોચ દૂર કરવા અને તેમને સ્‍વસ્‍થ રાખવા માટે ઊંટડી ગામમાં શાંતાબેન વિદ્યાભવનમાં ‘‘આસાની” સેનેટરી નેપકિન બનાવવાનું બીજું યુનિટ શરૂ કરાયું છે. દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ છેલ્લા સાત વર્ષથી આસાની કાર્યક્રમ ચલાવે છે. અને 3000 થી વધુ બહેનો માટે રોજગારની તક ઉપલબ્‍ધ કરી છે.સંસ્‍થાએ અત્‍યાર સુધી 50,00,000 સેનેટરી પેડનું ઉત્‍પાદન કર્યું છે. તથા 50,000 થી વધુ બહેનોને માસિકધર્મ વિશે જાગૃત કરી છે. આ નવા ઉત્‍પાદન કેન્‍દ્રની શરૂઆત ધ દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને પી.એન.બી. હાઉસીંગ ફાઈનાન્‍સ લીમીટેડ દ્વારા સંચાલિત પહેલ ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવી છે. આ નવા મશીનમાં દરરોજ 6000 જેટલા પેડનું ઉત્‍પાદન થાય છે. નવા પ્રોડક્‍શન યુનિટમાં હાલમાં 10 મહિલાઓને રોજગારી આપવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે અગાઉથી અન્‍ય 10 મહિલાઓ રોજગારી મેળવી રહી છે. વિતરણ માટે પસંદ કરાયેલી મહિલા ‘‘સંગીનીઓ” નહિ નફો નહિ નુકસાનના ધોરણે આપવામાં આવેલાં દરેક પેકેટ ઉપર કમિશન પ્રાપ્ત કરી આવક મેળવશે. આર્થિક મદદ કરવા બદલ ધ દેસાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા પી.એન.બી. હાઉસીંગ ફાઈનાન્‍સ સંચાલિત પહેલ ફાઉન્‍ડેશનનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

શ્રીનગરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ચીખલી ખુડવેલના 41 વર્ષીય જવાન હેમંતભાઈ પટેલને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ નિધન થતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

મતદાર હોસ્‍પિટલથી એમ્‍બ્‍યુલન્‍સમાં મતદાન કરવા આવી પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment