June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

લોકપ્રિય લોકકલાકાર કિર્તિદાન ગઢવી અને વનિતા પટેલના ડાયરામાં હજારોની જનમેદની ઉમટી પડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જુજવાના મેદાનમાં શનિવારે રાત્રે અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગૌધનની રક્ષા-સુરક્ષા અને સારવાર માટે લોકસંગીત ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડાયરામાં ગૌપ્રેમી જાહેર જનતા હજારોની સંખ્‍યામાં ઉમટી પડી હતી. તેમજ રીતસરનો ચલણી નોટોનો વરસાદ વરસાવ્‍યો હતો.
વલસાડ અગ્નિવીર ગૌરક્ષક દળ મુંગા પશુઓના રક્ષણ માટે વર્ષોથી કાર્યરત છે. ગાયોની સેવા સારવાર અને સુરક્ષા માટે ગૌરક્ષક દળ દ્વારા શનિવારે લોકસંગીત ડાયરાનું જુજવા મેદાનમાં આયોજન કર્યું હતું. લોકપ્રિય લોક કલાકાર કિર્તિદાન ગઢવી અને વનિતાબેન પટેલએ લોકસંગીતની રમઝટ બોલાવી દીધી હતી. ઉપસ્‍થિત હજારોની જનમેદની ઝુમી હતી. ડાયરામાં દાનની સરવાણી રેલાવી આરંભાઈ પછી તો રીતસર ચલણી નોટોનો જાણે વરસાદ પડતો હોય તેમ સ્‍ટેજ નોટોથી છલકાઈ ગયો હતો. ડાયરામાં ઉપસ્‍થિત કિન્નરોએ પણ સારી એવી મદદ કરી લોકચાહના મેળવી હતી.

Related posts

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment