Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

પ્રશ્નમંચ સ્‍પર્ધામાં દાદરા કેન્‍દ્રની 8 અને અથોલા કેન્‍દ્રની 4 ટીમોએ લીધેલો ભાગઃ કેન્‍દ્ર શાળા દાદરા વિજેતા અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સ અપ રહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શાળાના બાળકો માટે પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલે એક દિવસીય પ્રશ્નમંચ સ્‍પર્ધા-2023નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રશ્નમંચમા દાદરા કેન્‍દ્રની ચાર અને અથોલા કેન્‍દ્રની ચાર કુલ આઠ ટીમે ભાગ લીધો હતો. જેમા કેન્‍દ્ર શાળા દાદરા વિજેતા બની અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સઅપ રહ્યું હતું. વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ ભંડારી અને ટીમના હસ્‍તે શીલ્‍ડ, સર્ટિફિકેટ અને પ્રોત્‍સાહન ઈનામ અર્પણ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર પ્રશ્નમંચ હરીફાઈ દરમિયાન દરેક ટીમે અને શિક્ષકોએ તથા બાળકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નમંચની મજા માણી હતી. આમ શાળાના ઝોન લેવલનો પ્રશ્ન મંચ પ્રોગ્રામ ખૂબ જ ઉત્‍સાહથી સંપન્ન થયો હતો. મુખ્‍ય અતિથિના સંદેશ દ્વારા આ ક્‍વિઝ કોમ્‍પિટિશનનો મુખ્‍ય હેતુ બાળકો પોતાના વિષયમાં પારંગત બને તથા જીકે જેવા વિષયમાં પોતાની રસરૂચી વધારીને શાળા તથા જિલ્લાનું નામ રોશન કરે એવા આશિર્વચનોથી આ ક્‍વિઝ કોમ્‍પિટિશન પૂર્ણ થઈ હતી. આ અવસરે મુખ્‍ય અતિથિ રૂપે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષાઅધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, સીઆરસી કો-ઓર્ડિનેટર દાદરા શ્રી દેવેન્‍દ્રભાઈ મહિપતભાઈ જોષી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર અથોલા શ્રીમતી જીજ્ઞાબેન પંકજસિંહ રાઠોડ, કેન્‍દ્ર શાળા દાદરાના આચાર્યા શ્રીમતી ભારતીબેન જે. સોલંકી, કેન્‍દ્ર શાળા અથોલાના આચાર્યા શ્રીમતી અલ્‍પાબેન જી. આહીર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્‍ત ઉપક્રમે ઈ વેસ્‍ટ કલેક્‍શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

Leave a Comment