October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

મહિલા અને પુરૂષ બંને વિભાગમાં સાયલીની એસ.એસ.આર. કોલેજ ચેમ્‍પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા રમત-ગમત અને યુવા વિભાગના સચિવશ્રી અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યં હતું. આ ક્રિકેટ સ્‍પર્ધામાં ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ, એસ.એસ.આર. કોલેજ, નર્સિંગ કોલેજ અને શ્રીમતીદેવકીબા મોહનસિંહજી કોલેજના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ઉત્‍સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. સૌપ્રથમ મહિલાઓની સ્‍પર્ધા યોજાઈ હતી. જેમાં ફાઈનલ મેચ એસ.એસ.આર. કોલેજ અને શ્રીમતી દેવકીબા કોલેજ વચ્‍ચે રમાઈ હતી. જેમાં એસ.એસ.આર.ની ટીમ વિજેતા અને શ્રીમતી દેવકીબા કોલેજની ટીમ રનર્સઅપ રહેવા પામી હતી. જ્‍યારે પુરુષોની સ્‍પર્ધામાં ફાઈનલ મેચ એસ.એસ.આર. કોલેજ અને શ્રીમતી દેવકીબા કોલેજ વચ્‍ચે રમાઈ હતી, જેમાં પણ એસ.એસ.આર. કોલેજ વિજેતા અને શ્રીમતી દેવકીબા કોલેજની ટીમ રનર્સઅપ રહી હતી.
સ્‍પર્ધામાં વિજેતા અને રનર્સ અપ પુરૂષ અને મહિલા ટીમને ટ્રોફી અને રમત ઉપયોગી સાહિત્‍ય આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઈવે ૮૪૮ ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી નહીં પુરાતા વાહન ચાલકો ત્રાહિમામ્ઃ તંત્ર મૂકદર્શક

vartmanpravah

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment