April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

તિથલ બીચ મુકામે ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ યોજાયેલી પ્રોમો રન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.16: વલસાડ જિલ્લાનાં તિથલ મુકામે ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ પ્રોમો રન યોજી હતી. જેમાં બાળકો, મહિલાઓ, યુવાઓ તેમજ વડીલોને આવરી લઈ દરિયા કિનારે વિહાર કરવા આવેલા સહેલાણીઓને બ્રોસર આપી આગામી મેરેથોનમાં જોડાવા આહ્‌વાન કરવામાં આવ્‍યું હતું. જેનો હકારાત્‍મક પ્રતિસાદ સાંપડયો હતો. આ અગાઉ દમણ બીચ પ્રોમો રન કરી જે એકસો પાંચ જેટલાં દોડવીરો એક જ દિવસમાં નોંધવામાં આવ્‍યાં હતાં. ટીમ લીડર નરેશ નાયક અને ટીમનાં સક્રિય દોડવીરો, સહકાર્યકર ભાઈઓ અને બહેનો એમાં જોડાયા હતાં. મેરેથોનમાં જેમ બને એમ વધુ લોકો જોડાઈને આરોગ્‍યનું પર્વ ઉજવે એવી સૌએ આશા સેવી હતી.
જોગાનુજોગ રન એન્‍ડ રાઇડર 13, સુરતનાં દોડવીર એવાં શિક્ષક અશ્વિન ટંડેલે હિન્‍દુ રાષ્ટ્રનાં હિમાયતી છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિ નિમિત્તે ભગવો ધ્‍વજ હાથમાં લઈ દોડ લગાવી હતી. તેમણે આજની આ દસ કિલોમીટર દોડ શિવાજી મહારાજને યાદ કરી રાષ્ટ્રને સમર્પિતકરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે આજે બાળકોમાં મોબાઈલનું વળગણ વધુ જોવા મળે છે તો બાળપણથી જ આપણાં બાળકોને કોઈ રમતગમતની પ્રવૃત્તિમાં જોડીએ તો ભવિષ્‍યમાં તેનાં તન અને મન માટે લાભદાયી નીવડે. તેમણે ઉમેર્યું હતું કે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાનાં તણાવમાં રહેતા હોય છે આવા સમયે આવા મુક્‍ત વાતાવરણમાં હજારોની સંખ્‍યામાં દોડતા લોકોને જોવા કે એમની સાથે ભાગ લેવાનો લ્‍હાવો લઈ પરીક્ષાનાં ડરથી પણ છૂટકારો મેળવી પોઝિટિવ માઈન્‍ડ્‍સેટ કેળવી શકાય એમ છે.

Related posts

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

Leave a Comment