Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ડાંગ જિલ્લાના શિવરીમાળ ખાતે રામ જન્મભૂમિ અયોધ્યાના ગાદીપતિ મહંત કમલનયન 1008, તથા સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામી તેમજ અન્ય સંતો ની મિશ્રામાં વૈદહી આશ્રમ ખાતે યશોદા દીદી ના યજમાન પણે આયોજિત ધર્મ સંમેલનમાં 300 જેટલા પરિવારો સનાતન ધર્મ વૈદિક મંત્રોચ્ચાર સાથે જોડાયા હતા.


ગુજરાત રાજ્યના વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગમાં શિવરી માળ ખાતે વૈદહી આશ્રમ સાધ્વી યશોદા દીદી ચલાવી રહ્યા છે. આશ્રમમાં ગરીબ દીકરીઓ શિક્ષણ સાથે વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે. યશોદા દીદી દ્વારા તેમના વૈદહી આશ્રમ ખાતે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ( યુએસએ) ના સંહયોગથી ધર્મ સંમેલનનું 17 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રામ જન્મભૂમિ અયોધ્યા ગાદીપતિ મહંત 1008 કમલ નયનજી તથા સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજી તેમજ અન્ય વિવિધ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહી ધર્મ સભા સંબોધી હતી અને આપણી પ્રાચીન કાલથી ચાલી આવતી સનાતન હિન્દુ સંસ્કૃતિ અંગે રસપ્રદ માહિતીઓ આપી હતી સાથે પૂજા પણ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 300 જેટલા હિન્દુ પરિવારો સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયા હતા. ઉપસ્થિત મહંત તથા સંતોએ સનાતન ધર્મમાં જોડાનાર સર્વેને આશીર્વાદ આપ્યા હતા સાધ્વી યશોદા દીદી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમશાળાની દીકરીઓ દ્વારા સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર સાથેની પ્રાર્થનાઓ સાંભળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. ધર્મ સંમેલનમા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ ઉપસ્થિત સર્વે લાભ લીધો હતો.

Related posts

દમણ અદાલતે જારી કરેલો આદેશ = દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રા.પં.ના તત્‍કાલિન સરપંચ ધર્મેશ પટેલનો ખંડણીના ગુનામાં નિર્દોષ છૂટકારો

vartmanpravah

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

vartmanpravah

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

vartmanpravah

Leave a Comment