July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વેના અકસ્‍માતના બનાવવામાં સ્‍થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ખગોળી અકસ્‍માત કરી ભાગી જનાર પીકઅપ ચાલકને શોધી કાઢતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કુકેરીમાં ત્રણ દિવસ પૂર્વે સુરખાઈ અનાવલ માર્ગ ઉપર કુકેરી પ્રાથમિક શાળા પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા મોટરસાયકલ સવાર સ્‍થાનિક નિવૃત શિક્ષક જયસિંહ ડાહ્યાભાઈ પરમારનું મોત નીપજ્‍યું હતું. અજાણ્‍યો વાહન ચાલક મોટર સાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
ઉપરોક્‍ત બનાવ બાદ સ્‍થાનિક યુવાનો દ્વારા સુરખાઈ – અનાવલ માર્ગ ઉપર સુરખાઈ, કુકેરી માધાતળાવ, ધોળીકુવા સહિતના વિસ્‍તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરતા બનાવના સમયની આસપાસ એક બોલેરો પિકઅપ પુરપાટ ઝડપે પસાર થતી હોવાનું નજરે પડ્‍યું હતું. આ બોલેરો પિકઅપ જ શંકાસ્‍પદ જણાતા યુવાનો દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરતા આજ પિકઅપનો ચાલક અકસ્‍માત કરી ભાગી ગયો હોવાનું બહાર આવતા પોલીસે જીજે-19-એક્‍સ-9805 નંબરની પિકઅપનો ચાલક નરેશ લલ્લુભાઈ પટેલ (રહે.તરકાણી નવા ફળીયા તા.મહુવા જી.સુરત) ની ધરપકડ કરી કાયદેસરની હાથ ધરી હતી.
કુકેરીના અકસ્‍માતના બનાવમાંસ્‍થાનિક યુવાનોની મહેનત રંગ લાવી હતી. અને આ યુવાનોએ મહેનત કરવાથી શોધવાથી બધું જ મળે ની યુક્‍તિને સાર્થક કરી હતી.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

આજે વાપીમાં વીઆઈએ તથા વીજીઈએલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment