Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

આ પહેલાં ગલોન્‍ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્‍ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે બાબતે જવાબદાર એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના ગલોન્‍ડા પટેલાદના અથોલા ગામના તૂરી ફળિયા વિસ્‍તારમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા નદીમાંથી પાણીનો ઉપયોગ કરી ફરી ખુલ્લેઆમ કેમિકલવાળુ પાણી છોડવાને કારણે પાણીમાં રહેલ તમામ માછલીઓના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ગલોન્‍ડા પટેલાદના આજુબાજુના વિસ્‍તારમાં આવેલી કંપનીઓ દ્વારા નદીઓમાંથી પાણીનો તેમના માટે ઉપયોગ કરે અને ફરી પાછા કેમિકલયુક્‍ત પાણી આ પાણી નદી-ખાડીમાં છોડી દેતા હોય છે. ઉપરાંત નદીઓનું પાણી ગામના લોકો ખેતી માટે ઉપયોગમાં લે છે અને ગામના લોકો દૈનિક ઉપયોગ માટે પણ લેતા હતા, પરંતુ કંપનીઓ દ્વારા ગંદુ અને કેમિકલવાળું પાણી છોડવાને કારણે હાલમાં પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, બળદ, બકરીઓ પણ આ પાણી પી રહ્યા નથી. આ કેમિકલવાળાપાણીના કારણે આજુબાજુના વિસ્‍તારના બોરિંગોના પાણી પણ દૂષિત થઈ ગયા છે અને તે પણ પીવાલાયક રહ્યું નથી.
આ સમસ્‍યા અંગે ગલોન્‍ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રશાસન દ્વારા પણ કોઈપણ પ્રકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના કારણે કંપનીઓ ધમધોકાર કેમિકલવાળા પાણી નદી, નાળાઓમાં છોડી રહ્યા છે. પરિણામે આજે કેમિકલયુક્‍ત પાણીના કારણે ગલોન્‍ડા વિસ્‍તારમાં નદીમાં મોટી સંખ્‍યામાં માછલીઓના મોત થયા છે. દાનહ પ્રશાસન દ્વારા સ્‍થાનિક ગ્રામજનોના આ પ્રશ્ન અંગે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

Leave a Comment