Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન અને શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા દરમિયાન દરરોજ મહાલક્ષ્મી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલ તા.22માર્ચથી કથાકાર શ્રી દેવુભાઈ જોષી (ખેરગામવાળા) અને શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષીની મધુરવાણીમાં પી.આર. પાર્ટી પ્‍લોટ ગાર્ડનની બાજુમાં સુંદરવન સોસાયટી, પાતળીયા ફળિયા સેલવાસના આયોજકો દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય બપોરે 3:30થી 6:30 અને મહાલક્ષ્મી યજ્ઞનો સમય દરરોજ સવારે 8:30થી 11:30 વાગ્‍યાનો રહેનાર હોવાનું આયોજકોની યાદીમાં જણાવાયું છે. કથા વિરામ 30માર્ચ, 2023ના રોજ કરવામાં આવશે. પવિત્ર યજ્ઞનો લાભ લેવા સંચાલકોનો સંપર્ક કરવા જણાવાયુ છે.
આ શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો લાભલેવા માટે આયોજકો દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

કલા મહાકુંભ પ્રતિયોગીતામાં વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

વાપી હાઈવે ઉપર પેટ કેર શોપમાં ચોરી : 50 હજારથી વધુની રોકડ ચોરી કરી બેતસ્‍કરો ફરાર

vartmanpravah

Leave a Comment