Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

સમાજમાં દિવ્યાંગતા વિષે તથા ડાઉન સિન્ડ્રોમ વિષે જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્યુવઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડના કૈલાસ રોડ સ્થિત જયના અનુપમ એન પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર માનસિક તથા બહુવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળામાં WORLD DOWN SYNDROME DAYની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં દિવ્યાંગતા વિષે તથા ડાઉન સિન્ડ્રોમ વિષે જાગૃતતા લાવવાનો હતો. તમામ બાળકોથી માંડીને તમામે ભૂરા રંગના કપડાં પહેરી તથા “અમારી સાથે, અમારી માટે નહિ..” નો સંદેશ આપ્યો હતો. રેલીને સમાજ સુરક્ષા અધિકારી વિજેન્દ્રભાઈ ગોહિલ તથા શાળાના ટ્રસ્ટી દક્ષેશભાઈ ઓઝા, રેનાબેન શેઠ અને આચાર્ય આશાબેન સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રેલી વલસાડના આઝાદ ચોક, ટાવર, એમ.જી. રોડ થી નાના ખત્રીવાડ થી પરત ટાવર સુધી ફરી હતી. રેલીમાં બાળકોએ, વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ રિક્ષાચાલકોને લીંબુ શરબત આપી સમાજની સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રેલી દરમ્યાન બાળકો માટે પાણી, ફુગ્ગા તથા લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલીને સફળ બનાવવવા માટે અરમાબેન દેસાઈ, સોનલબેન મિસ્ત્રી અને જગદીશભાઈ આહિરે બાળકોને સાચવી સેવા આપી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી, વાલીઓ અને સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

અયોધ્‍યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ

vartmanpravah

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment