September 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: દરેક વ્યક્તિ યોગ અને ધ્યાન કરી તનાવ મુક્ત રહે એવા શુભ આશય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત પ્રયાસથી તમામ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ ધરમપુર રોડ પર સ્થિત આરપીએફ મેદાન પર તા. ૨૬ માર્ચે રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવા માટે યોગ બોર્ડની લીંક https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનનું સર્ટિફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં શરૂઆતમાં યોગના આસનો અને પ્રાણાયામ કરાવાશે ત્યાર બાદ ધ્યાન માટે સુંદર સત્ર આર્ટ ઓફ લિવિંગ તરફથી લેવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેનો મો.નં. ૮૧૬૦૨૬૧૨૦૨ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

નવા કાયદાના વિરોધમાં ચીખલીમાં સતત બીજા દિવસે પણ ટ્રક ચાલકોની હડતાળ યથાવત

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

Leave a Comment