Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

પાંચ દિવસમાં પાણી સમસ્‍યા ઉકેલી જશે એવી પાલિકાએ લેખિત બાહેંધરી આપી : આ વિસ્‍તારમાં વધુ પડતો મિલકત વેરો બાકીનું કારણ પાણી હોઈ શકે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: હજુ ઉનાળાનો પ્રારંભ જ થઈ રહ્યો છે ત્‍યાં વાપીમાં પાણીનો કકળાટપણ વધી રહ્યો છે તેવો તાજો બનાવ પાલિકાના વોર્ડ નં.10 મોટી સુલપડ, ધોડિયાવાડ વિસ્‍તાર એક-એક મહિનાથી નગરપાલિકાના પાણીથી વંચિત રહેતા મામલો આંદોલનમાં ફેરવાઈ ગયો. સ્‍થાનિક આગેવાનો અને લોકોએ પાલિકામાં પાણી મામલે હલ્લાબોલ મચાવી દીધો હતો. મામલો એટલો ઉગ્ર બન્‍યો હતો કે પાલિકાએ લોકોને પાણીની સમસ્‍યા ઉકેલવા માટે લેખિત બાહેંધરી આપવાની નોબત આપી હતી.
વાપી સુલપડના કેટલાક વિસ્‍તારોમાં પાછલા એક માસથી પાલિકાનું પાણી મળતું નથી તેથી લોકોએ કલેક્‍ટર સુધી રજૂઆત કરી હતી પરંતુ પરિણામ શુન્‍ય આવતા અંતે પાણીનો મામલો વધુ ગરમાયો હતો. ગઈકાલે સ્‍થાનિક કાર્યકરો સુનિલ પટેલ, રાજેશ પટેલ સહિત મોટી સંખ્‍યામાં લોકો પાલિકામાં ધસી ગયા હતા. જ્‍યાં પાલિકા એન્‍જિનિયરને મળી પાણી સમસ્‍યાની તિવ્ર રજૂઆત કરી હતી. પરંતુ મામલો વધી ગયો. લોકોને પાલિકાના ઠાલા વચન, ભરોસો જોઈતો નહોતો તેથી પાલિકા પાસે પાણીની સમસ્‍યા ઉકેલ લાવવા લેખિત બાહેંધરી માંગી અને મામલાની ગંભીરતા જોઈએ. પાલિકાએ દિન પાંચમાં પાણી સમસ્‍યા ઉકેલી જશે તેવી બાહેંધરી આપી ત્‍યારે મામલો માંડ થાળે પડયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્‍તારમાં પાલિકાનો બાકી મિલકત વેરો ભરપાઈ થતો નથી. અગર ઓછો ભરપાઈ થાય છે તેની પાછળનું કારણ પાણી સમસ્‍યા પણ હોઈ શકે!

Related posts

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

Leave a Comment