October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

પારડીનો પ્રિતેશ લાડ વાપીથી કામ પતાવી પારડી પરત ફરી રહ્યો હતો ત્‍યારે સર્જાયેલો અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: નેશનલ હાઈવે ઉપર દરરોજ જુદા જુદા પ્રકારના અકસ્‍માતો સર્જાતા રહે છે તેવા વધુ એક અકસ્‍માત ગતરોજ બગવાડા ટોલનાકા પાસે સર્જાયો હતો. વાપીથી આવી રહેલ યુવાનની કારને કોઈ અજાણ્‍યા વાહને ટક્કર મારતા કાર ડિવાઈડર કુદીને ટોલ રેટ બોર્ડમાં ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પારડી પોણીયા ફળીયામાં રહેતો યુવાન પ્રિયંક લાડ તેની કાર નં.જીજે 15 સી.જી. 5644 ને લઈ વાપી કામ માટે ગયો હતો. કામ પતાવી પ્રિયંક વાપી પરત આવી રહ્યો હતો તે દરમિયાન બગવાડા ટોલપ્‍લાઝા પાસે પસાર થઈ રહ્યો હતો ત્‍યારે કોઈ અજાણ્‍યા વાહને કારને ટક્કર મારી દેતા કાર ડિવાઈડર કુદીને ટોલપ્‍લાઝાના રેટ બોર્ડમાં ભટકાઈ હતી. ટોલ કર્મચારીઓ ક્રેઈનની મદદથી કાર દુર કરી હતી. કાર બરાબર બોર્ડ વય્‍યે ફસાઈ હતી. અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નહીં.

Related posts

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

Leave a Comment