October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી દરમ્‍યાન નવ દિવસ રાજસૂય યજ્ઞ તેમજ વૈદિકપરંપરા અનુસાર રાશ ગરબાનો ભવ્‍યાતિભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ ઊજવાઈ રહ્યો છે. અલૌકિક એવા સાંસ્‍કળતિક રાસ ગરબામાં જાણે કુળદેવીઓ સાક્ષાત ગરબે રમતા હોય તેની અનુભૂતિ કરવા માટે માત્ર ગુજરાતમાંથી નહીં, પણ સમગ્ર ભારતવર્ષ અને વિદેશમાંથી અસંખ્‍ય માઈભક્‍તોએ અહિયાં પધારીને લાભ લીધો છે અને ધન્‍યતા અનુભવી છે. અતિ દુર્લભ એવા રાજસૂયયજ્ઞ તથા રાસ ગરબાનું લાઈવ પ્રસારણ અનેક ટી.વી. ચેનલો તથા યુટયુબ પર કરવામાં આવી રહ્યું હોવાથી સમગ્ર વિશ્વમાં અસંખ્‍ય લોકો કાર્યક્રમ નિહાળીને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.
સમગ્ર સૃષ્ટિના સર્જનહારા પરાશક્‍તિ-માઁ વિશ્વંભરીના સાક્ષાત દર્શન કરનારા ધરતી પુત્ર શ્રી મહાપાત્રએ પરાશક્‍તિ પાસેથી દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો”, વૈદિક વિચારધારા, ઓરિજિનલ ભક્‍તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વગેરે જે કંઈ મળ્‍યું તે બધું માત્ર પોતાના પુરતું સીમિત ના રાખતા વિશ્વભરના પ્રત્‍યેક માનવી સુધી પહોંચે, વિશ્વ આખામાં પરિવર્તન થાય તેમજ વિશ્વ શાંતિની સ્‍થાપના થાય તેવા શુભ આશયથી અલૌકિક, અદભુત અને દિવ્‍ય એવા આ ધામનું નિર્માણ કરીને નવયુગ નિર્માણ કરવા માટે વૈચારિક ક્રાંતિનું મંડાણ કર્યું છે. શ્રી મહાપાત્રની પ્રેરણાથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્‍ય લોકોએ અંધશ્રદ્ધા છોડીનેપોતાના ઘરને મંદિર બનાવ્‍યા છે. જેના કારણે લોકોમાં જબરજસ્‍ત પરિવર્તન આવ્‍યું છે. આવા ઘરોમાંથી આધિ-વ્‍યાધિ-ઉપાધિથી દુર થતાં જ લોકોને પોતાના ઘરમાં મનની ખરા અર્થની શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે. શ્રી મહાપાત્ર કહે છે કે આ યુગમાં ભાગ્‍ય વિધાતા-માઁ વિશ્વંભરી ખુદ આ પૃથ્‍વીલોક પર પધાર્યા છે, આપણને આટલો સુંદર માનવદેહ મળ્‍યો છે તો તે આપણું શેષ જીવન અવશેષ બની જાય તે પહેલા માંની વૈદિક વિચારધારા આધીન જીવન જીવીને વિશેષ બનાવે. દરેક મનુષ્‍ય ખરા અર્થમાં માનવ બને અને પોતાની ફરજ નૈતિકતા અને પ્રમાણિકતાથી નિભાવે, વૈદિક સદગુણોનું આચરણ કરીને પોતાના જીવાત્‍માનો ઉદ્ધાર કરે અન્‍યથા જન્‍મ-મરણના ફેરા કયારેય ખૂટવાના નથી.

Related posts

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્‍ટરનું ઈ-લોકાર્પણ કર્યુ

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 1480 કલાકારો ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંભેટીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

દમણના મદ્રેસા ઈસ્‍લામાયા ખારીવાડ ખાતે વૈદિક ડેન્‍ટલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર દલવાડા દ્વારા નિ:શુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment