October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

તીઘરા, સારણ, ઉદવાડા સહિત દમણના વાહન ચાલકોને બંધ ફાટકમાંથી મળશે મુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં હાલમાં અનેક રેલવે ફલાય ઓવરની પુરઝડપે કામગીરી ચાલી રહી છે તે પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. તેથી ટૂંક સમયમાં જ અતિ ઉપયોગી આ આર.ઓ.બી.નું લોકાર્પણ થનાર છે.
વલસાડ જિલ્લામાં વાપી, બલીઠા, બગવાડા, મોતીવાડા અને વલસાડમાં આર.ઓ.બી.ની કામગીરી ફુલ ઝડપથી હાલમાં ચાલી રહી છે. આ તમામ બ્રિજ પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવર પૂર્ણતાને આરે પહોંચી ચૂક્‍યો છે. જેનું અંતિમ ચરણની કામગીરી કે ઓથ અપાઈ રહ્યો છે. અમદાવાદની અવધૂત એજન્‍સી દ્વારા નિર્માણ કરાયેલ પુલ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે તેવું એજન્‍સીના ઈજનેર મૌલિકે જણાવ્‍યું છે. આ પુલ અતિ લોકોપયોગી એટલા માટે છે કે તીઘરા, સારણ, ઉદવાડા સહિત સંઘપ્રદેશ દમણના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્‍યાથી છૂટકારો મળશે. એટલા માટે કે વારંવાર બંધ થઈજતું રેલવે ફાટકની પરેશાની વાહન ચાલકો વેઠી રહ્યા હતા પરંતુ 60 કરોડને ખર્ચે બગવાડા આર.ઓ.બી. તૈયાર થઈ ચૂક્‍યો છે તેથી વાહન ચાલકો માટે મોટી આશા જાગી ઉઠી છે.

Related posts

દમણના રાજા

vartmanpravah

જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરની ટુર્નામેન્‍ટમાં દમણઃ દોરડાખેંચ સ્‍પર્ધાના પુરૂષ વિભાગમાં હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ વિજેતાઃ ઉપ વિજેતા રહી અસ્‍પી ઈલેવન

vartmanpravah

કલાબેન ડેલકર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતાં દાનહઃ ડેલકર જૂથમાં આંતરકલહ-ભાજપમાં ભારેલો અગ્નિ

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

Leave a Comment