October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

અગ્રવાલ સેવા સમિતિનું ઉત્‍કૃષ્‍ટ આયોજન નવસારી, વલસાડ, વાપીની ટીમોએ ભાગ લીધો : જિલ્લામાં પ્રથમવાર ટેરેસ ક્રિકેટ રમાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: સામાન્‍યતહ ક્રિકેટ રમતના મેદાનમાં રમાતી હોય છે. પરંતુ વાપીની મહિલાઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો નવતર સફળ પ્રયોગ કર્યો. શનિવારે વાપી ચલાની એક હાઈરાઈઝ ઈમારતના ટેરેશ ઉપર મહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં નવસારી, વલસાડ, વાપીની 11 ટીમોએ ભાગ લીધો હતો.
વાપી અગ્રવાલ સેવા સમિતિ દ્વારા આયોજીત મહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટના આયોજક શિલ્‍પા ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, મહિલાઓ હવે માત્ર ગૃહિણી કે હાઉસ વાઈફ નથી રહી પરંતુ ફીટ એન્‍ડ ફાઈન માટે મહિલાઓ ક્રિકેટ પણ સારી રીતે રમી શકે છે. જે આજે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટ થકી સાબિત થઈ શક્‍યું છે. ટૂર્નામેન્‍ટમાં વિજેતા ટીમ અને ખેલાડીઓને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરાયા હતા. વાપીની મહિલા ટીમ વિજેતા બની હતી. ટૂર્નામેન્‍ટની આવક પ્રાથમિક શાળાઓની દિકરીઓ માટે વાપરવામાં આવનાર છે. વાપીમાં પ્રથમવાર જ ટેરેસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હોવાથી મહિલાઓ અને ખેલાડીઓમાં અનેરો ઉત્‍સાહજોવા મળી રહ્યો હતો.

Related posts

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ મતગણતરી મથકો ઉપર પરોઢ સુધી મતગણતરી ચાલી

vartmanpravah

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્‍તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

Leave a Comment