June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: નવસારી એસીબી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સાદકપોર ગામે ફરિયાદી કેરીનો વેપાર કરવાનો હોય જમીન ભાડે રાખવા માટે ગ્રામ પંચાયતની એનઓસીની જરૂરિયાત હોય તેણી તેને જગ્‍યાની વ્‍યવસ્‍થા કરી આપનાર સાદકપોરના છોટુભાઈ મગનભાઈ પટેલે તેમની ખેરગામ રોડ ઉપર ગોલવાડમાં આવેલ દુકાન પર ઈન્‍ચાર્જ સરપંચ સંજયભાઈ સાથે વાતચીત કરાવી હતી જેમાં છોટુભાઈએ એનઓસી મેળવવા 10,000 રૂપિયા પોતાના અને 10000 રૂપિયા સરપંચના મળી વ્‍યવહાર પેટે 20,000 ની માંગણી કરી હતી જેમાં નવસારી એસીબીની ટીમે છટકુ ગોઠવતા ચીખલી ખેરગામ રોડ ઉપર ગોલવાડના ટેકરા ફળિયા સ્‍થિત જલ ઓઈલ સેન્‍ટર નામની દુકાનમાં છોટુભાઈને લાંચની 15000 રૂપિયાની રકમ સ્‍વીકારતા ઝડપી લીધો હતો અને આ પૂર્વે શરૂઆતમાં પણ 5000 રૂપિયા ફરિયાદીએ છોટુભાઈને આપ્‍યા હતા.
આ લાંચની રકમમાં છોટુભાઈ સાથે હેતુલક્ષી વાતચીત કરતા એસીબીએ ઈન્‍ચાર્જ સરપંચ સંજયકુમાર મગનભાઈ પટેલ (ઉ.વ-40,રહે.સાદકપોરગોલવાડ તા.ચીખલી) તથા છોટુભાઈ મગનલાલ પટેલ (-જાજન) (ઉ.વ-75,રહે.સાદકપોર ગોલવાડ તા.ચીખલી) સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
સાદકપોર ગામના સરપંચ સામે થોડા દિવસ પૂર્વે જ અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

પારડી ને.હા.48 ઉપર વાહન ચાલકે અજાણ્‍યા રાહદારીને કચડી નાંખતા મોત

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment