Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

મૂળ ઓરિસ્‍સાના બે આરોપીની અટક ચણવઈ બ્રીજથી પોલીસ નાકાબંધી તોડી કાર હાઈવે પર ભાગી છૂટી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે આજે બુધવારે રૂરલ પોલીસે એક કારનો ફિલ્‍મી ઢબે પીછો કરી 100 કિલો ઉપરાંત ગાંજાનો જથ્‍થો ભરેલ કારને ઝડપી પાડી હતી. ગાંજાના જથ્‍થા સાથે મૂળ ઓરિસ્‍સાના બે આરોપીની પોલીસે અટક કરી હતી.
વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમી આધારે આજે ચણવઈ બ્રિજ ઉપર વાહન નાકાબંધી કરી હતી તે દરમિયાન નાકાબંધી તોડીને કારનં.આર.જે. 06 સી.ઈ. 7934 ભાગી છૂટી હતી. તેથી પોલીસે ફિલ્‍મી ઢબે કારનો પીછો કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન હાઈવે ઉપર ટ્રાફિક પણ જામ થતો રહ્યો હતો. અંતે ધરમપુર ચોકડી ઉપર પોલીસે કારને આંતરી હતી. તપાસ કરતા કારના ચોર ખાનામાંથી 100 કિલો ઉપરાંત ગાંજાનો જથ્‍થો પોલીસને મળી આવ્‍યો હતો. તેથી ગાંજો અને કાર મુદ્દામાલમાં જપ્ત કરી મૂળ ઓરિસ્‍સાના બે આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગાંજાનું રેકેટ ખાસ કરીને ઓરિસ્‍સા સાઈડથી ચલાવવામાં આવે છે. મોટાભાગના આરોપી ઓરિસ્‍સા અને રાજસ્‍થાનના ગાંજા નેટવર્ક સાથે સંકળાયેલા છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

Leave a Comment