September 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની 4 દિકરીઓએ કઠોર તાલીમ બાદ આરંગેત્રમની કરેલી પ્રસ્‍તુતિ

સાંસદ લાલુભાઈ પટેલ,હવેલી વલ્લભ સંપ્રદાયના મહારાજ ગોવિંદરાય, સ્‍વામી નારાયણ ગુરૂકુળ સલવાવના કપિલ સ્‍વામી તથા સંઘપ્રદેશના પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં યોજાયો આરંગેત્રમ નૃત્‍ય પ્રદર્શન કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: શનિવારે દમણમાં આરંગેત્રમને પ્રદર્શિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, હવેલી વલ્લભ સંપ્રદાયના મહારાજ શ્રી ગોવિંદરાય, સ્‍વામી નારાયણ ગુરૂકુળ સલવાવના શ્રી કપિલ સ્‍વામી તથા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્‍ત માહિતી મુજબ 8મી એપ્રિલના શનિવારે દમણની ધરતી ઉપર 4 દિકરીઓ સુશ્રી અન્‍વેષા વાડોદરિયા, સુશ્રી આર્યા મેહતા, સુશ્રી ગાયત્રી નાયર અને સુશ્રી આરતી નાયરે ભરતનાટ્‍યમ પર આરંગેત્રમ કરીને તેમની નૃત્‍ય અને નાટય સફરનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમનો શુભારંભ ભગવાન શ્રી નટરાજની પૂજા-અર્ચના બાદ દિકરીઓના માતા-પિતાઓ દ્વારા કરવામાં આવ્‍યો હતો.
ભરત નાટયમની સફરનો શુભારંભ કરી રહેલ ચારેય દિકરીઓએ સાત કરતા વધુ વર્ષની કઠોર તપસ્‍યા બાદ 12 અલગ અલગ કૃતિઓ અલગ અલગ રાગો અને તાલોમાં રજૂકરી તેમની કલાને દર્શકોની સામે પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે ચારેય દિકરીઓએ એકલ, યુગલ અને સંયુક્‍ત કૃતિઓ પ્રસ્‍તુત કરી ઉપસ્‍થિત તમામ દ્વારા પ્રશંસા મેળવી લાગણીને જીતી લીધી હતી. ચારેય દિકરીઓએ તેમની તાલીમ અને શિક્ષણ ગુરૂ શ્રી હેમાક્ષી જોશી, શ્રી સાંઈ કલા કેન્‍દ્ર, દમણથી પૂર્ણ કરી હતી અને નૃત્‍યમાં ઉચ્‍ચ તાલીમ અને સૂક્ષ્મતા તપાસવા માટે વડોદરા સ્‍થિત ગુરૂ શ્રી શિવા કુમાર પિલ્લઈ તથા ગુરૂમાશ્રી દીપા પિલ્લઈના માર્ગર્શનમાં પૂર્ણ કરી હતી.

Related posts

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

ટુકવાડાથી ભિલાડ સુધી હાઈવે ઉપરના ખાડા બે દિવસમાં પુરાઈ જવાની હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરે ખાત્રી આપી

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

Leave a Comment