Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

કથા આચાર્ય પંડીત રાજા મહારાજના મુખે સુર-સંગીતના તાલમાં કથાપાન થઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ચણોદ કોલોનીમાં ગત તા.07 એપ્રિલથી વાપી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ અને ઓધવ આંગન મહિલા મંડળના ઉપક્રમે શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ કાર્યરત છે. સવાર-સાંજ ભક્‍તિ સંગીત વાતાવરણમાં દરરોજ હજારો બહેનો-ભાઈઓ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી રહ્યા છે.
દશ દિવસીય ચાલનારી આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહની વ્‍યાસપીઠ ઉપર જાણીતા કથા આચાર્ય પંડિત રાજા મહારાજના મુખેથી નિત્‍ય નવા દૃષ્‍ટાંત ઉદાહરણો દ્વારા ભાગવત કથા સારનેતેઓ ઉપસ્‍થિત શ્રોતાજનોને પીરસી રહ્યા છે. સમગ્ર ભાનુશાલી સમાજ તથા અન્‍ય સમાજના હજારો લોકો દરરોજ ભાગવત સપ્તાહમાં ઉમટી રહ્યા છે. સુર-સંગીતના તાલે મહારાજ શ્રી પંડીત રાજા શ્રધ્‍ધાળુઓને ભગવાનમય બનાવી રહ્યા છે ત્‍યારે વાતાવરણમાં દિવ્‍યતા પથરાયાનો નજારો છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment