Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે રહેતા યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુભોદત અરક્ષિત શાહુ (ઉ.વ.30) રહેવાસી વિનોદભાઈની ચાલ, વાઘધરા, દાદરા મુળ રહેવાસી બન્‍ટલ, જિ.અંજુલ, ઓરિસ્‍સા જે ગત 24 માર્ચના રોજ પોતાના રૂમ પરથી કોઈને કંઈપણ જાણ કર્યા વિના ચાલી ગયેલ જે અંગે એના પિતા અરક્ષિત શ્રીનિવાસ શાહુએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એમનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
ગુમ થનાર યુવાન રંગે ઘઉંવર્ણ, મોંઢુ લંબગોળ, વાળ કાળા અને ટૂંકા તેમજ ઊંચાઈ પાંચ ફૂટ છ ઈંચ જેટલી છે. શરીરે કાળા કલરનો શર્ટ અને જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. યુવાન હિન્‍દી અને અંગ્રેજી ભાષા બોલે છે.
આ યુવાન અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશન નં. 0260 2642033 અથવા તો પોલીસ કંટ્રોલ રૂમ નં.0260 2642130, 2645666 તથા દાદરા આઉટ પોસ્‍ટ 9904094980 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

પારડી ચીવલ રોડ પર બે આખલાઓ વચ્ચે જામેલો જંગ

vartmanpravah

વાપી જીઆઈડીસી થેમીસ મેડીકેર લિ. કંપનીમાં ભીષણ આગ લાગીઃ ૮થી વધુ ફાયર ફાઈટરોની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુઝાવી

vartmanpravah

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

Leave a Comment