October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

શણગારેલા ટેમ્‍પો, વાહનો સાથે હજારોની જનમેદની સાથે શહેરના વિવિધ રસ્‍તાઓ ઉપર રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા દેશને સામાજીક સુરક્ષાના પ્રણેતા ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની આજે 14 એપ્રિલના રોજ વાપીમાં 132મી જન્‍મ જયંતિની દબદબા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વાપીના સામાજીક કાર્યકર ભીમરાવ કટકે અને કાર્યકરો દ્વારા આજે ડો.બાબા સાહેબની જન્‍મ જયંતિની ઉજવણીનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. ચણોદ આંબેડકર ચોકથી ભવ્‍ય રેલીનો પ્રારંભ થયો હતો. રેલીમાં શણગારેલા વાહનોમાં ડો.બાબા સાહેબના ભવ્‍ય ફોટા સાથે મહાત્‍મા ફુલેના ફોટાઓ ફુલહારથી ભવ્‍યત્તમ શણગારાયા હતા. રેલીનું ઢોલ, નગારા, ત્રાંસા સાથે બવ્‍ય પ્રસ્‍થાન થયું હતું. વાપી ચાર રસ્‍તા ઈમરાનનગર રોડથી કોપરલી રોડ ગુંજન થઈ રેલીનું વી.આઈ.એ. પરિસરમાં સમાપન થયું હતું. વાપીમાંપ્રતિ વર્ષે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજની ઉજવણીમાં સમાજના તમામ વર્ગના હજારો મહિલા, યુવાનો, બાળકો જોડાયા હતા. બાબા સાહેબની યાદગીરી ગગનચુંબી બનાવી ખુશહાલી ભર્યા માહોલમાં ઉજવણી સંપન્ન થઈ હતી.

Related posts

ગુસ્‍સામાં ઘરેથી નીકળી ગયેલી મુંબઈની ગર્ભવતી મહિલાનું વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યુ

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

vartmanpravah

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

Leave a Comment