June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

દશાબ્‍દિ મહોત્‍સવ સદ્‌ગુરૂ સંત પૂજ્‍ય કોઠારી બાપા (પૂજ્‍ય ભક્‍તિપ્રિય સ્‍વામી મુંબઈ) તથા હરિભક્‍તોની ઉપસ્‍થિતિમાં ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના સુપ્રસિદ્ધ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો આરંભ આવતી કાલ તા.17મી એપ્રિલથી 22મી એપ્રિલ સુધી ખુબ જ ભવ્‍યતાથી થઈ રહ્યો છે.
ભગવાન સ્‍વામી નારાયણની કૃપાથી તથાબ્રહ્મસ્‍વરૂપ પરમ પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી મહારાજના સંકલ્‍પથી થયેલ મંદિર એટલે સેલવાસનું બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિર. બ્રહ્મસ્‍વરૂપ પ.પૂ. પ્રમુખ સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા પૂજન થયેલ અને પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ પ.પૂ.મહંત સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા પ્રતિષ્‍ઠિત થયેલ સેલવાસના નજરાણા સમા બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતા હોવાથી દશાબ્‍દિ મહોત્‍સવ સદ્‌ગુરૂ સંત પૂજ્‍ય કોઠારી બાપા(પૂજ્‍ય ભક્‍તિપ્રિય સ્‍વામી મુંબઈ) તથા હરિભક્‍તોની ઉપસ્‍થિતિમાં ધામધૂમથી ઉજવાશે.
આ દશાબ્‍દિ મહોત્‍સવમાં 17મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે સંગીતજ્ઞ સંતો દ્વારા કિર્તન-આરાધના, 18મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે કાર્યકર દિન – સાંસ્‍કૃતિક કાર્યક્રમ, 19મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે બાળ દિન-સાંસ્‍કૃતિક કાર્યક્રમ, 20મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે યુવા દિન-સાંસ્‍કૃતિક કાર્યક્રમ, 21મી એપ્રિલના રોજ સાંજે 8:00 વાગ્‍યે અભિવાદન દિન અને તા.22મી એપ્રિલના રોજ સવારે 6:00 વાગ્‍યે પાટોત્‍સવ વિધિ અને મહાપૂજા, મહિલા દિન સવારે 10:00 વાગ્‍યાથી 12:00 વાગ્‍યા દરમિયાન કાર્યક્રમ આયોજીત કરાશે. આ મંગલ અવસરે ઉપસ્‍થિત રહી ધન્‍યતા અનુભવવા ભાવિક ભક્‍તોને સાધુ, દિવ્‍યતનયદાસ સ્‍વામી કોઠારી શ્રી અને સેલવાસ સંત મંડળ દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાંઆવ્‍યું છે.

Related posts

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે દમણમાં મિલકતના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખી કરેલી હત્‍યા

vartmanpravah

Leave a Comment