October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્‍ય ધરમપુરના ફંડ અને સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના સૌજન્‍યથી અને રેઈન્‍બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત ‘‘ઉમિયા વાંચન કુટિર”નું ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ અને આંબાતલાટના અગ્રણી મોહનભાઈ પી. પટેલ 23 એપ્રિલના રોજ સવારે 9-00 વાગ્‍યે આંબાતલાટના હનુમાનજી મંદિર ખાતે ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અશોકભાઈ પટેલ, કાર્યપાલક ઈજનેર મનિષભાઈ એસ. પટેલ, કસ્‍ટમવિભાગના ચીફ એકાઉન્‍ટ ઓફિસર હિતેશભાઈ આર. પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્‍થિત રહેવા જય બજરંગબલી યુવક મંડળ અને આંબાતલાટ ગ્રામ પંચાયત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીની વતનની અદાવતમાં ચાર રસ્‍તા હાઈવે હોટલ સામે કુહાડીના ઘા કરી યુવાનની ઢીમ ઢાળી દીધું

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

Leave a Comment