October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

દિન 15માં સમસ્‍યાના ઉકેલ આવી જશે તેવી પંચાયતે હૈયા ધરપત આપતા મામલો થાળો પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નજીક આવેલ છીરી ગામના રણછોડ નગરમાં ગંદકીની સમસ્‍યા ગટરની તકલીફ અને રસ્‍તાની મુશ્‍કેલી જેવા મામલાઓથી કંટાળેલા સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં હલ્લાબોલ કરી મોરચો કાઢયો હતો.
વાપીના વિકાસની સાથે સાથે આસપાસના ગામડા બલીઠા, છરવાડા, છીરીનો પણ ઝડપી વિકાસ થયો છે. પરંતુ છીરી વિસ્‍તાર ગંદકી ભરેલો પ્રમાણમાં વધુ છે. ગીચ ચાલીઓ, આડેધડ એપાર્ટમેન્‍ટના બાંધકામો, ગટર કે આંતરિક રોડ રસ્‍તાઓ ઉપર દબાણો જેવા મુદ્દાઓ સમસ્‍યાઓ છીરીમાંબેસુમાર છે. છીરી રણછોડ નગર વિસ્‍તારની હાલત કંદકીમાં વધુ ખરાબ થઈ છે. ગટરના પાણી રોડ ઉપર ઉભરાય છે. રોગચાળા અને મચ્‍છરોનો ઉપદ્રવ વધી પડયો હોવાથી ગતરોજ રણછોડ નગરના સ્‍થાનિક નિવાસીઓ મોરચો કાઢી પંચાયતમાં પહોંચી પસ્‍તાળ પાડી હતી. હલ્લાબોલ કરી પંચાયતને સમસ્‍યાઓના ઉકેલ માટે લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્‍યું હતું. પંચાયતે જણાવ્‍યું હતું કે, આગામી 15 દિવસમાં સમસ્‍યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધરપત આપતા મામલો માંડ થાળે પડયો હતો.

Related posts

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

Leave a Comment