September 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની મિટિંગ યોજાઈ

ભાજપ સંગઠનને વધુ કાર્યદક્ષ મજબુત બનાવવા ભાજપના ઉચ્‍ચ હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં મનોમંથન હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: આગામી 2024માં લોકસભાની સામાન્‍ય ચૂંટણી યોજાવાની હોવાથી વલસાડ જિલ્લા ભાજપ દ્વારા તે પૂર્વેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે બુધવારે વલસાડ કમલમ મુખ્‍ય કાર્યાલયમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારો અને ધારાસભ્‍યોની રાહબરીમાં સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની સમિક્ષા બેઠક યોજાઈ હતી.
વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, પૂર્વ મંત્રી કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા કારોબારી અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઠવા, સમીપભાઈ રાંચ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ, કપરાડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાવિત, જિલ્લા-તાલુકા પંચાયતોના સભ્‍યો, સરપંચશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારોની મિટિંગ જિલ્લા ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલય કમલમમાં યોજાઈ હતી.મિટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેની તમામ તૈયારીના ભાગરૂપે સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની મિટિંગમાં સમિક્ષા કરવામાં આવી હતી.

Related posts

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment