December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

પોલીસ અને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસના બાવીસા ફળિયામા એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગા ઝંડાનું અપમાન કરતો હોવાનો વિડીયો વાયરલ થતા રોષની લાગણી જોવા મળી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના બાવીસા ફળિયામાં આવેલ અપના ચિકન શોપના માલિક હસીન કુરેશી એની દુકાનમાં કાપેલી ચિકનને તિરંગા ઝંડાથી સાફ કરતો હોવાનો વિડીયો સોશિયલમીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો જોયા બાદ પ્રદેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. સોશિયલ મિડિયામાં વાયરલ વિડીયો પોલીસ ડિપાર્ટમેન્‍ટને મળતા પોલીસ વિભાગ દ્વારા ચિકનશોપના માલિક હસીન કુરેશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને સેલવાસ પાલિકાના અધિકારીઓ દ્વારા પણ અપના ચિકન શોપ દુકાનને સીલ કરવામા આવી હતી. પાલિકા જ્‍યારે કાર્યવાહી કરી રહી હતી ત્‍યારે મોટી સંખ્‍યામા લોકો ભેગા થઈ ગયા હતા.

Related posts

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

Leave a Comment