Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: લોકપ્રશ્નોના નિષ્‍ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પુરા થયા છે ત્‍યારે જાહેર જનતાના પ્રશ્નોનું સ્‍થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ હેઠળ સ્‍વાગત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.
જે અંતર્ગત, વલાસાડ જિલ્લામાં તા.24 એપ્રિલના રોજ તાલુકા સ્‍વાગત કાર્યક્રમ હેઠળ કુલ-608 અરજીઓ નોંધવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં-56 અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓને તા.24 એપ્રિલના રોજ પ્રાંત અધિકારીશ્રી ડી.જે.વસાવા અને મામલતદાર આર.આર.ચૌધરીની ઉપસ્‍થિતિમાં પારડી તાલુકાસ્‍વાગતમાં રૂબરૂ સાંભળવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની 29, ડી.જી.વી.સી.એલ.ની 10, દમણગંગા નહેર(સિંચાઈ વિભાગ)ની 3, મામલતદાર કચેરીની 6, માર્ગ અને મકાન વિભાગની 2, રેંજ ફોરેસ્‍ટ, એસ.ટી.નિગમ અને ગ્રામ પંચાયત રોહિણાની 1-1 અરજીઓ મળી હતી., 56 અરજીઓમાંથી 39 અરજીઓનો હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો. બાકી રહેલી 19 અરજીઓને જિલ્લા સ્‍વાગતમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા પાણી સંબંધિત, વીજ કનેક્‍શન, શાળા, આંગણવાડીના મકાનો અંગે, રસ્‍તા રીપેરીંગ, મનરેગા, લાઇબ્રેરી, સિંચાઈ, વગેરે જેવા વિવિધ પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી.

Related posts

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

પારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્‍સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

vartmanpravah

Leave a Comment