Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

રાજપુરી એસ્‍ટ્રોલ ગૃપમાં મજુરી કામ હેતુ બાઈક લઈને નિતિન ગુલાબ જોગરી સવારે ઘરેથી નિકળ્‍યો હતો. ત્‍યાં મોત ભેટયુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં ઘણા મોટા મોટા વૃક્ષો આવેલા છે. આ વૃક્ષો અકસ્‍માત સર્જી રહ્યા છે. તેવો વધુ એક અકસ્‍માત આજે મંગળવારે સવારે થયો હતો. ઉથલપાડા ગામે રહેતો યુવાન તેની સ્‍પ્‍લેન્‍ડર બાઈક લઈને રોજીંદા કામ મુજબ એસ્‍ટ્રોલ ગૃપમાં સેન્‍ટીંગની મજુરી કામે નિકળ્‍યો હતો ત્‍યારે આવધા ઘાટ રોડ ઉપર મોબાઈલ ટાવર પાસે તેનુ બાઈક રોડ માર્જીનમાં આવેલ ઝાડ સાથે ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુર આવધા ઘાટ ઉપર આજે ઉથલપાડા ગામનો 18 વર્ષિય યુવાન નિતિન ગુલાબભાઈ જોગરી તેની સ્‍પ્‍લેન્‍ડર બાઈક નં.જીજે 15 બી.એ. 6589 ઉપર સવાર થઈને એસ્‍ટોલ ગૃપમાં મજુરી કામે નિકળ્‍યો હતો ત્‍યારે આવધા ઘાટે રોડ માર્જીનમાં આવેલ ઝાડ સાથે બાઈક ગતિમાં હોવાથી ભટકાઈ જતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં યુવાન નિતિન ગંભીર રીતે ઘાયલ થતા સ્‍થળ ઉપર મોત ભરખી ગયું હતું. બરૂમાળ મુખ્‍ય માર્ગ ઉપરઅનેક મોટા ઝાડ રોડ માર્જીનમાં આવેલા છે તેથી ભૂતકાળમાં પણ બે-ત્રણ અકસ્‍માત ઝાડોને લઈ થયા છે તેથી સ્‍થાનિકોની માંગણી છે કે વૃક્ષો દૂર કરવા જોઈએ.

Related posts

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah

Leave a Comment