Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના શિક્ષણ વિભાગની જ્ઞાન સેતુ, જ્ઞાન શક્‍તિ સહિતની શાળાઓમાં ધો.6માં પ્રવેશ માટે પરીક્ષા યોજાઈ

નવસારી જિલ્લાના પ8 કેન્‍દ્રો પર ધો. પના 9693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ 5698 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજ્‍ય સરકાર દ્વારા સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સ અંતર્ગત પીપીપી ધોરણે શરૂ થનાર જ્ઞાન શક્‍તિત રેસિડેન્‍સીયલ જ્ઞાનસેતુ-ડે સ્‍કૂલ, જ્ઞાન શક્‍તિ ટ્રાયબલ રેસિડેન્‍સીયલ અને રક્ષા શક્‍તિ જેવી સ્‍કૂલોમાં ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની નિગરાણીમાં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. આ માટે ચીખલી સહિત જિલ્લાભરના કુલ 15,382 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્‍યા હતા.
ચીખલી સાથે જિલ્લાના 58 જેટલા પરીક્ષા કેન્‍દ્રો પર આજરોજ યોજાયેલ આ ધોરણ-6માં પ્રવેશ માટેની 9693 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 5689 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આ શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ ઓછો જોવા મળ્‍યો હતો.
આ પરીક્ષા બાદ તમામ પ્રકારની સ્‍કૂલોનું મેરીટ લિસ્‍ટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વિકલ્‍પના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્‍યું હતું .ચીખલી તાલુકામાંથી 2636, ગણદેવી-774, નવસારી-જલાલપોર-2663, ખેરગામ-619 અને વાંસદા-2969 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Related posts

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

Leave a Comment