Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયા

આદિજાતી કમિશ્‍નરને રજૂઆત કરી પરંતુ વ્‍યર્થ પરિણામ શુન્‍ય : ન્‍યાય નહી મળે તો તા.1મેથી ભુખ હડતાલની વિદ્યાર્થીઓની ચિમકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ધરમપુરમાં કાર્યરત શ્રી વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજના આશરે 700 જેટલા વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા મળી નથી તેથી છેલ્લા 15-20 દિવસથી વિદ્યાર્થીઓ સ્‍કોલરશીપ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આજે ગુરૂવારે વિદ્યાર્થીઓ તેમજ માંગણી માટે કોલેજ પરિસરમાં ધરણા ઉપર બેઠા હતા.
વનરાજ કોલેજના વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા થઈ નથી તેથી ગત તા.10-04-23ના રોજ વિદ્યાર્થીઓએ આદિજાતી કમિશ્‍નરશ્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તે વાતને 15 થી 20 દિવસ વિતી ગયા છતાં વિદ્યાર્થીઓને ન્‍યાય મળ્‍યો નથી. પરિણામ શુન્‍ય રહ્યું છે તેથી આજરોજ કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ પોતાનીમાંગણી માટે ધરણા ઉપર બેસીને પ્રદર્શન કર્યું હતું તેમજ આ બાબતે ધરમપુર પ્રાંતમાં લેખિત જાણ કરીને જણાવ્‍યું છે કે, દિન ત્રણમાં કોઈ પરિણામ નહી આવે તો આગામી તા.01મેથી ધરમપુર મામલતદાર કચેરી સામે ભુખ હડતાલ પર બેસી જઈશું તેવી ગર્ભિત ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્‍ચારી છે. વિદ્યાર્થીઓના આ આંદોલનને તાલુકા પંચાયત અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલએ ટેકો જાહેર કરીને સામુહિક અપીલ કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવવા જણાવ્‍યું છે.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment