June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

રાજકોટ, તા.28
પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક ‘આયુષ્માન ભારત યોજના’ છે. જે હવે ‘આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી યોજના’ તરીકે ઓળખાય છે. યોજના દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જેના દ્વારા જેની પાસે આયુષ્માન કાર્ડ હોય તેવી વ્યક્તિ પસંદગીની હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. ઘણી વખત દર્દી નારાયણ અને દરિદ્ર નારાયણ પાસે આયુષ્યમાન કાર્ડની માહિતી નથી હોતી અથવા માહિતી હોય તો તેઓ કાર્ડ કઢાવવાની ફી ચૂકવી શકતા નથી આ માટે પાંચાણી ફાઉન્ડેશન દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવે છે. આ નિ:શુલ્ક આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ સોમવારથી શનિવાર, સવારે 10 થી 12 વાગ્યા સુધી સુવર્ણભુમી એપાર્ટમેન્ટ, દુકાન નંબર . – ૦૬ બીજો માળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, નાનામોવા, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ સાથે રાખવાની રહેશે. આ અંગે વિશેષ માહિતી માટે
યોગેશભાઈ પાંચાણી (મો. ૯૮૨૪૨ ૧૨૪૬૦ ) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related posts

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ એમ. વેંકટેશનની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજના 700 વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ જમા નહી થતા ધરણા પર બેઠયા

vartmanpravah

Leave a Comment