Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો


વી.આઈ.એ.માં યોજાયેલ કાવ્‍ય સંધ્‍યા કાર્યક્રમમાં દશ ઉપરાંત કવિ-કવિયિત્રીઓએ પોતાની કૃતિઓથી શ્રૌતાઓને મંત્રમુગ્‍ધ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપીની સાહિત્‍યીક સંસ્‍થા કાવ્‍ય સાધના મંચ દ્વારા ગુજરાત રાજ્‍ય સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ વી.આઈ.એ. કોન્‍ફરન્‍સ હોલમાં કાવ્‍ય સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વી.આઈ.એ. હાઉસ સભાખંડમાં આયોજીત સાહિત્‍યીક કાર્યક્રમનો શુભારંભ વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, પાલિકા કારોબારી અધ્‍યક્ષ મિતેશ દેસાઈ, ભાજપા અનુસુચિત જાતિ મોરચા ઉપાધ્‍યક્ષ વસંત પરમાર, તેમજ કાવ્‍ય સાધના મંચ પદાધિકારીઓએ દિપ પ્રાગટયથી કર્યો હતો. કવિયિત્રી પ્રજ્ઞા પાંડે ‘‘મનું”એ વંદના વીણા વાદીનીના ચરણમાં પાસ નહીકુછ અર્પણ માટે ચરણોમાં શીશ જુકાતે થી પ્રારંભ થયો હતો. ગુજરાતી શાયર હિરેન મડિયાએ ગુજરાતી હિન્‍દી ગજલ શાયરીની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. વલસાડના કવિ રામનિવાસ શર્માએ દેશપ્રેમની રચના અગર બનું મેં વીર સિયાહી આંચન આને દુગા અપને લહું સે હિન્‍દુસ્‍તા કા યશ ગાન લીખુંગા, કવિયિત્રી ડો.જોસ્‍ના શર્માએ પોતાના મુસ્‍તકો સુખ સુહાની રાત સબકો પ્‍યારા સા લગે મેરા પ્‍યારા ગુજરાત, દમણથી પધારેલા મોહિત મિશ્રાએ વ્‍યંગ કવિતા આજ ફીર મિટિંગથી શ્રોતાઓની તાલીઓ બટોરી હતી. મહેશ માહેશ્વરીને હાસ્‍ય રચના પતિ-પત્‍નીની નોંકઝોંકનું દર્દ નહી હોતા હૈ કૃતિથી સૌને હસાવ્‍યા હતા. શિવબૈક્‍સ યાદવ બેદાગ એ મોદીજી ઉપર રચના પ્રસ્‍તૂત કરેલી અકેલા ગુજરાતી અબ સારે જગ મેં છાયા હૈ, બી.કે. દાયમાને ગુજરાત વંદના હમ તો કલમકાર હર યુગ મેં દર્પણ હૈ દર્પણ મેં તુમ્‍હે તુમ્‍હારા રૂપ દિખાતે જાયેગે; દિપક સક્‍સેનાએ સમાજમાં ફેલેલી વિસંગતતા ઉપર કૃતિ રજૂ કરી હતી. મંચ સંચાલક હેમાંગ નાયકે સુંદર સંચાલન સાથે વ્‍યંગ હાસ્‍ય અંદાજમાં સુંદર સંચાલન સાથે ગુજરાતી-હિન્‍દી શાયરીની પ્રસ્‍તૂતી શાયરાના અંદાજમાં કરી હતી.

Related posts

દમણના યુવા ક્રિકેટર ઉમંગ ટંડેલે સુરત ક્રિકેટ લીગમાં સતત બે અડધી સદી ફટકારી

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

Leave a Comment