Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.04: સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટા સુરત ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ (APMC ) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે વરણી કરવામાં આવી હતી. જેમાં 84 વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી સંદીપભાઈ દેસાઈને પ્રમુખ તરીકે અને શ્રી હર્ષદભાઈ પટેલની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.
એપીએમસીના હોદ્દેદારોની નિમણૂક કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. શ્રી સંદીપભાઈ દેસાઈનું નામ પહેલાથી જ એપીએમસીના પ્રમુખ તરીકે ખૂબ જ મજબૂત રીતે લેવાતું રહ્યું હતું અને આખરે પાર્ટી દ્વારા જે મેન્‍ડેડ આપવામાં આવ્‍યો છે, તેમાં શ્રી સંદીપભાઈ દેસાઈનું નામ જ જાહેર કરવામાં આવ્‍યું છે. પહેલાંથી જ આખી ગોઠવણ થઈ ગઈ હતી અને તેના મુજબ જ નામ જાહેર કરીને બાકીની તમામ પ્રકારની ઔપચારિકતાઓ પૂરી કરી લેવામાં આવી હતી.
સુરત એપીએમસીનો અંદાજે 2500 કરોડ કરતાં વધારે ટર્નઓવર સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસી હોવાને કારણે વહીવટ પણ ખૂબ જ મોટો છે. પાર્ટી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવા પહેલાં અભિપ્રાયો લેવામાં આવ્‍યા હતા.સુરત ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિની વ્‍યવસ્‍થાપક કમિટીની ચૂંટણીમાં ખેડૂતની 10 અને વેપારીની 4 મળી 14 બેઠક બિનહરીફ થઈ હતી. એપીએમસીમાં ખેડૂતની 10 વેપારીઓની 4 મંડળી પ્રતિનિધિની 2 પાલિકા 1, જિલ્લા રજિસ્‍ટ્રાર અને 1 ખેતીવાડી અધિકારીની મળીને કુલ 19 બોર્ડ ડિરેક્‍ટર્સ થશે. તમામ પ્રતિનિધિઓના અને હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવ્‍યા હતા.

Related posts

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

vartmanpravah

Leave a Comment