Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

ઋતુચક્રના પલટાને કારણે ફળનાં ઉત્‍પાદન ઉપર પડેલી માઠી અસર વર્તાતા 10 થી 15 મે પછી સ્‍વાદિષ્ટ હાફૂસ ચાખવા મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: કેરીના સ્‍વાદ રસીયા વલસાડી હાફૂસ બજારમાં આવે તેની મીટ માંડીને બેઠા છે જોકે એપ્રિલ માસ પૂર્ણ થયો છે અને મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં હજી વલસાડી હાફૂસ બજારમાં દેખાતી નથી. વાતાવરણમાં આવી રહેલા ફેરફાર અને ઋતુચક્રના પલટાને કારણે ફળનાં ઉત્‍પાદન ઉપર તેની માઠી અસર વર્તાઈ રહી છે. સામાન્‍ય રીતે એપ્રિલ માસમાં વલસાડી હાફૂસ કેરી જેવી સ્‍વાદિષ્ટ કેરી બજારમાં આવવાની શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે આખો એપ્રિલ માસ પૂર્ણ થયો અને મે મહિનો શરૂ થયો તેમ છતાં સ્‍વાદિષ્ટ કેરી હાફૂસ બજારમાં જોવા મળતી નથી જ્‍યારે ખેડૂતોના જણાવ્‍યા પ્રમાણે વરસાદના માવઠા થતાં બદલાતા હવામાનને કારણે આમ્રવૃક્ષ ઉપર બદલાતા ઋતુચક્રને કારણે આમ્ર વૃક્ષ ઉપર આ વર્ષે ફલાવરિંગ મોળું થતાં પાછતરો પાક આવ્‍યો છે જેને લઈને હજી વૃક્ષો ઉપર કેરીના ફળ નાના અને કુમળા છે હજી એક સપ્તાહથી વધુ દિવસો પછી ફળ પાકટ બને તેવી શકયતા હોય છે એવામાં 15 થી 20 મે પછી ખરેખર સ્‍વાદિષ્ટ હાફૂસકેરીનું સ્‍વાદ ચાખવા મળશે. જો કે આ વખતે કેરીનો પાક પાછલા વર્ષની સરખામણીએ ઘણે જ ઓછો છે જેથી કેરીની સીઝન અલપઝલપમાં પૂર્ણ થશે. ખેડૂતોને આ વર્ષે આમ્રફળને લઈ ઝાઝી કોઈ આશા દેખાતી નથી વળી બજારમાં પોષણ જ્ઞણ ભાવ મળશે કે કેમ તે પણ ખેડૂતોને મુંઝવતો પ્રશ્ન બની રહ્યો છે? વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી છતાં વાતાવરણમાં પલટાથી આંબાવાડીમાં ઉપજ લેવાની પધ્‍ધતિને બદલવા માટે અને નવી શોધ માટે સંકેત આપી રહ્યાનું વર્તાઈ રહ્યું છે.
‘‘ઘેજ ભરડા ગામનાં ખેડૂત હિતેશભાઈના જણાવ્‍યા અનુસાર અમારી વાડીઓમાં હાફૂસનાં ઝાડોનો જ ઉછેર કરાયો હતો. એક સમયે અમારા ઘરે પણ હાફૂસ 400 થી 500 મળ કેરીનુ ઉત્‍પાદન થતું હતું. સમય જતાં આ ઉત્‍પાદન ઘટતું ગયું.”
‘‘એપીએમસી સ્‍થિત કેરીના વેપારી નરેન્‍દ્રભાઈના જણાવ્‍યા અનુસાર બજારમાં હાફૂસની કેરી ઓછી આવે છે.”

Related posts

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

Leave a Comment