December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

વલસાડના પારડી સાંઢપોરના શિક્ષિકા, કપરાડા- સંજાણના સીઆરસી કો.ઓર્ડિનેટર અને વલસાડના સામાજિક કાર્યકરની કામગીરીને બિરદાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લામાં શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે સેવા કરી માનવતાની મહેક પ્રસરાવનાર ચાર સેવાભાવી વ્યક્તિઓનું ગોવાના મડગાવ ખાતે સ્થિત શ્રી ચૈતન્ય સેવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યક્ષેત્રે ઉત્તમ કામ કરતા વ્યક્તિ વિશેષને છેલ્લા ૨૫ વર્ષથી આ સંસ્થા સન્માનિત કરી રહી છે. જેમાં આ વર્ષે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાંથી કુલ ૨૯ જેટલા શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં જેમણે ઉત્તમ સેવા આપી હોય એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વલસાડ તાલુકાના પારડી સાંઢપોર પ્રા.શાળાના શિક્ષિકા મેઘા પાંડે કે, જેઓએ કોરોના દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ કામગીરી કરી હતી અને નેશનલ કક્ષાએ પાવર લિફ્ટીંગમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉમરગામ તાલુકાના સંજાણ કેન્દ્રના સી.આર.સી.કો-ઓર્ડિનેટર સોનલબેન દેસાઈ દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થિઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી નેશનલ કક્ષાએ તરણ સ્પર્ધામાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. કપરાડા તાલુકાના ખરેડી સી.આર.સી. કેન્દ્રના સી.આર.સી.કો-ઓર્ડિનેટર કૃણાલભાઈ પટેલ પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન રહ્યા હતા તેમજ કોરોનાકાળ દરમિયાન બાયસેગના માધ્યમથી ઓનલાઈન શિક્ષણકાર્ય થકી વિદ્યાર્થીઓને પ્રેરણા, હુંફ અને પ્રોત્સાહન થકી શિક્ષણ પુરૂ પાડયુ હતુ. વલસાડના સામાજિક કાર્યકર પ્રજ્ઞેશભાઈ પાંડે કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી ફ્રી મેડિકલ વિતરણ, ગરીબ દર્દીઓને ધાબળા વિતરણ, ફુથપાથ પરના નિરાધારને ૧૫૦૦૦ જેટલા ફુડ પેકેટ વિતરણ કર્યા છે. આ તમામ સામાજિક, શૈક્ષણિક સેવાભાવીઓનું સન્માન મડગાવ ધારાસભ્ય, ગોવાના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગંબર કામત અને ગોવા રાજ્યસભા સાંસદ વિનયભાઈ તેંડુલકાની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના આ તમામ સેવાભાવી કાર્યકરોએ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. જે બદલ શાળા પરિવાર અને અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related posts

સાત માસ પૂર્વે દેગામની કંપનીના સ્‍ટોરમાંથી ચોરાયેલ રૂા. 2.09 કરોડનો સોલાર સેલનો જથ્‍થો નવસારી એલસીબીએ ગોવાથી ઝડપી પાડયો

vartmanpravah

ઓનલાઈન સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરતી દાનહ ક્રાઈમ બ્રાન્‍ચ

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

મોટી દમણની સરકારીઉચ્‍ચત્તર માધ્‍યમિક વિદ્યાલય-ઝરીનો વાર્ષિક રમતોત્‍સવ આનંદ ઉત્‍સાહ અને ધૂમધામથી યોજાયો

vartmanpravah

Leave a Comment